રણવીર અને દિપીકા આઈપીએલની ટીમ ખરીદશે ?

મુંબઇ : ક્રિકેટમાં સામાન્ય જનતાની સાથેસાથે સેલિબ્રિટીઓને પણ બહુ રસ છે. જોકે તેઓ આમાંથી કમાણી કરતા હોય છે. ક્રિકેટમાં આઇપીએલ ટીમના અલગ અલગ માલિક હોય છે. શાહરૂખ ખાન,જુહી ચાવલા અને પ્રીતિ ઝિન્ટા પણ આઇપીએલના માલિક છે. હવે આ યાદીમાં દીપિકા પદુકોણ અને રણવીર સિંહનો પણ સમાવેશ થવાનો છે. કહેવાય છે કે, આઇપીએલમાં બે નવી ટીમનો વધારો કરવામાં આવવાનો છે.

જેનું બિડિંગ ૨૫ ઓકટોબરના થવાનું છે. જેમાં બે સોથી વધુ બિડ બોલનાર બિડર્સને ટીમના રાઇટસ આપવામાં આવશે. શાહરૂખ ખાન અને જૂહી ચાવલાની ટીમનું નામ કોલકાતા નાઇટ રાઇડર્સ છે. આ ઉપરાંત પ્રીતિ ઝિન્ટાની પોતાની ટીમ છે. હવે આ જ રીતે દીપિકા પદુકોણ અને રણવીર સિંહની પણ પોતાની ટીમ બનશે. જોકે આમાં રસપ્રદ વાત એ છે કે આ બે નવી ટીમ માટે દીપિકા પદુકોણ અને રણવીર ઉપરાંત ઉદ્યોગપતિઓ પણ બિડ લગાડવાના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *