વડોદરા – પાર્ક કરેલી લક્ઝરી બસમાં સગીરા પર દુષ્કર્મ

ન્યુઝ ડેસ્ક – શહેરના ન્યૂ વીઆઈપી રોડ પર પાર્ક કરાયેલી એક લક્ઝરી બસમાં સગીર કન્યા પર દુષ્કર્મ થતા ચકચાર મચી ગઈ હતી. આ બનાવ અંગે હરણી પોલીસ ગુનો દાખલ કરીને તપાસ શરુ કરી છે.

પોલીસમાંથી મળતી વિગતો મુજબ, શહેરના ન્યુ વીઆઈપી રોડ પર રહેતા શ્રમજીવી પરિવારની એક સગીર કન્યા રસ્તા પરથી ચાલતી જતી હતી. તે વખતે તેની પાછળથી ધસી આવેલા ત્રણ યુવકોએ તેને જબરસ્દતી એક લક્ઝરી બસમાં ચડાવી દીધી હતી. ત્યારપછી એક યુવકે તેની ઉપર બળાત્કાર ગુજાર્યો હતો.

આ બનાવ અંગે હરણી પોલીસે દુષ્કર્મનો ગુનો દાખલ કરી તપાસ શરુ કરી હતી. પોલીસે ગુનામાં સંડોવાયેલા એક કિશોરને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *