આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશનના ઋષિ નિત્ય પ્રજ્ઞનું વડોદરામાં નિધન

ન્યુઝ ડેસ્ક – સંત શિરોમણી શ્રી શ્રી રવિશંકરના આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશનના ડિરેક્ટર અને પૂજ્ય ગુરુજીના અત્યંત નીકટના શિષ્ય ગણાતા ઋષિ નિત્ય પ્રજ્ઞનું આજે નિધન થતા તેમના લાખો ચાહકોમાં ગમગીની છવાઈ ગઈ હતી. કહેવાય છે કે, ઋષિ નિત્ય પ્રજ્ઞનું વડોદરાની એક હોસ્પિટલમાં ટૂંકી માંદગી બાદ નિધન થયું હતુ.

ઋષી નિત્ય પ્રજ્ઞનો જન્મ મૂળ વડોદરાના એક મહારાષ્ટ્રિયન પરિવારમાં થયો હતો. તેમનુ બાળપણનું નામ નિતીન લિમયે હતુ. તેઓ કેમિકલ એન્જિનિયરીંગમાં ડિગ્રી પ્રાપ્ત કરીને 21 વર્ષની યુવાવયે આર્ટ ઓફ લિવિંગ સંસથા સાથે જોડાયા હતા. આર્ટ ઓફ લિવિંગ સાથે સંકળાયા બાદ તેમનો પરિચય પ.પૂ શ્રી શ્રી રવિશંકર સાથે થયો હતો.

પૂજ્ય ગુરુજીને મળ્યા પછી તેમના જીવનમાં અદભૂત પરિવર્તન આવ્યું હતુ અને તેઓ આર્ટ ઓફ લિવિંગ સંસ્થાને સમર્પિત થઈ ગયા હતા. બાળપણથી જ મ્યુઝિકનો શોખ ધરાવતા ઋષિ નિત્ય પ્રજ્ઞ એક સારા ગાયક હતા. તેમણે આર્ટ ઓફ લિવિંગમાં જોડાયા પછી પોતાના સમુધુર કંઠે અનેક ગીતો અને ભજનો ગાયા હતા.

તેઓ સારા ગાયકની સથેસાથે એક સારા લેખક અને સાધક પણ હતા. તેમણે પોતાના જીવનકાળ દરમિયાન ઘણા પુસ્તકો લખ્યાં હતા. ,સેલિબ્રેટિંગ લાઈફ પુસ્તકમાં તેમણે સકારાત્મકતા પર વધુ ભાર મુક્યો હતો.

Art of livingના ફેસબુક પેજ પર તેમના નિધનના સમાચાર પ્રકાશિત કરાયા હતા. જેના કોમેન્ટ બોક્સમાં સેંકડો લોકોએ ઋષિ નિત્ય પ્રજ્ઞને શ્રધ્ધાંજલિ પાઠવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *