RSP કાઉન્સિલર ભાજપમાં જોડાયા

વડોદરા. તા.23.01.2021 – વડોદરામાં કોર્પોરેશનની ચુંટણી પહેલા આરએસપીના કાઉન્સિલર રાજેશ આયરે ભાજપમાં જોડાઈ જતા શહેરના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. રાજેશ આયરે છેલ્લી ત્રણ ટર્મથી વડોદરામાં કાઉન્સિલર છે. તેઓ સૌથી પહેલા અપક્ષમાં ચુંટણી લડ્યા હતા અને જીત્યાં હતા.

ગઈકાલે સયાજીગંજ વિસ્તારમાં આવેલા મનુભાઈ ટાવરમાં સ્થિત ભાજપ ઓફિસમાં તેમણે શહેર પ્રમુખ ડો. વિજય શાહના હસ્તે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. આ પ્રસંગે સાંસદ રંજનબેન ભટ્ટ અને ધારાસભ્યો હાજર રહ્યા હતા. રાજેશ આયરે સાથે તેમની પેનલના બીજા બે કાઉન્સિલરો પણ ભાજપમાં જોડાઈ ગયા હતા.

શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહે આરએસપીના કાઉન્સિલર રાજેશ આયરેના ભાજપમાં જોડાવા અંગે ખુશી વ્યક્ત કરી હતી. બીજી તરફ આયરેના ભાજપમાં જોડાવાથી ઈલોરાપાર્ક, સમતા અને સુભાનપુરા વિસ્તારના ભાજપના અગ્રણીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *