પનવેલના ફાર્મહાઉસમાં સલમાન ખાનને સાપ કરડ્યો

ન્યુઝ ડેસ્ક – બોલિવુડના દબંગ સલમાન ખાનને પનવેલના ફાર્મહાઉસમાં સાપ કરડી ગયો હતો. 56માં જન્મ દિવસના આગલા દિવસે સલમાન પોતાના મિત્રો સાથે પનવેલ ફાર્મહાઉસમાં ગયો હતો. જ્યાં તેને સાપ કરડી ગયો હતો.

જોકે, સાપ બિનઝેરી હોવાથી સલમાનને કોઈ ગંભીર અસર થઈ ન હતી. તેમ છતાંય તેને મુંબઈના ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. સારવાર બાદ તેની તબિયત સુધારા પર જણાતા તે પાછો પનવેલ ફાર્મહાઉસમાં પહોંચ્યો હતો.

આવતીકાલે એટલે કે, 27મી ડિસેમ્બરે સલમાન ખાનની 56મી વર્ષગાંઠ છે. કહેવાય છે કે, તે પોતાની બર્થ-ડે પનવેલના ફાર્મહાઉસમાં મનાવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *