આર્યન ખાન કેસની તપાસમાંથી વાનખેડેની હકાલપટ્ટી

આર્યન ડ્રગ્સ કેસમાં NCB અઘિકારી પર ઉઠેલા સવાલોને કારણે વાનખેડેની ખાતાકીય તપાસ કરવામાં આવી રહી છે, જો કે હાલ આ ક્રુઝ ડ્રગ્સ કેસમાંથી વાનખેડેને (Sameer Wankhede) હટાવવામાં આવ્યા છે. ત્યારે સવાલ એ થાય કે જો સમીર વાનખેડે નિર્દોષ સાબિત થાય અને તેના પર લાગેલા તમામ આરોપો પોકળ સાબિત થાય તો શું થશે ?

મુંબઈ – ભ્રષ્ટાચારના કથિત આક્ષેપો બાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના ઉચ્ચ અધિકારીઓએ આર્યન ખાન કેસની તપાસ સમીર વાનખેડે પાસેથી છીનવી લઈને બીજા અધિકારીને સોંપી છે. હાલમાં વાનખેડે સામે ખાતાકીય તપાસ ચાલુ છે. જ્યારથી ડ્રગ કેસમાં આર્યન ખાનની ધરપકડ કરવામાં આવી છે ત્યારથી એનસીબીના અધિકારી સમીર વાનખેડે સામે ભ્રષ્ટાચાર સહિતના અનેક આક્ષેપો થઈ રહ્યા હતા.

મહારાષ્ટ્રની શિવસેના સરકારના મંત્રીઓથી માંડીને વિવિધ રાજકીય આગેવાનો દ્વારા સમીર વાનખેડેને ભીંસમાં લેવાના સતત પ્રયાસો થઈ રહ્યા હતા. આખરે, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ વાનખેડે સામે ખાતાકીય તપાસ શરુ કરી હતી. તો બીજી તરફ એનસીબીએ આર્યન ખાન ડ્રગ્સ કેસમાંથી સમીર વાનખેડેને હટાવીને અન્ય એક અધિકારીને તપાસનો દોરીસંચાર સોંપ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *