પંજાબી સાહિત્યના સૌથી પહેલા કવિયત્રી અમૃતા પ્રીતમની બાયોપિકમાં સાન્યા મલ્હોત્રાને કામ કરવું છે

ન્યુઝ ડેસ્ક – OTT પ્લેટફોર્મ પર જબરદસ્ત અભિનય સાથે સુપર સ્ટાર બનેલી સાન્યા મલ્હોત્રાને અમૃતા પ્રીતમની બાયોપિક પર કામ કરવું છે. OTT પર મીનાક્ષી સુંદેશ્વરી અને પગલેટ જેવી અનોખી ફિલ્મોમાં શાનદાર અભિનય કરનારી સાન્યાએ પંજાબી સાહિત્યના સર્વોચ્ચ શિખર પર બિરાજમાન અમૃતા પ્રીતમના જીવનને સિલ્વર સ્ક્રીન પર દર્શાવવામાં રસ પડ્યો છે. સાન્યાએ અમૃતા પ્રીતમની બાયોપિકમાં કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરતાની સાથે જ ફરી એકવાર અમૃતા પ્રીતમ તરફ ફિલ્મકારોનું ધ્યાન આકર્ષિત થયું છે.

અમૃતા પ્રીતમનો જન્મ વર્ષ 1919માં પંજાબના ગુજરેવાલા ગામે થયો હતો. અમૃતા પ્રીતમ પંજાબી સાહિત્યની સૌથી પહેલી મહિલા કવિયત્રી ગણાય છે. અત્યાર સુધીમાં તેમણે 100થી વધુ પુસ્તકો લખી છે. જેમાં ચર્ચાસ્પદ આત્મકથા રસીલી ટિકીટનો પણ સમાવેશ થાય છે.

અમૃતા પ્રીતમનો જન્મ ભારતના પંજાબમાં થયો હતો પણ તેમની પરવરીશ પાકિસ્તાનના લાહોરમાં થઈ હતી. કિશોરાવસ્થામાં જ તેમણે લેખન પ્રત્યેનો પોતાનો શોખ રજૂ કરવાનો શરુ કર્યો હતો. કવિતા, નીબંધ અને ટૂંકી વાર્તા લખવામાં તેમને મહારથ હતી. તેમની પચાસથી વધુ પુસ્તકો પ્રકાશિત થઈ ચુકી છે.

જીવનના અંતિમ તબક્કામાં તેમને દેશનો સર્વોચ્ચ સમ્માન પદ્મ વિભૂષણ મળ્યો હતો. મહત્વની વાત તો એ છે કે, તેમની પુસ્તકોનું અનેક ભાષામાં અનુવાદ પણ થયુ હતુ. વર્ષ 2004માં તેમનુ નિધન થયું હતુ. અમૃતા પ્રીતમ ભલે આજે આપણી સાથે નથી પણ સાહિત્ય અને પુસ્તકોના માધ્યમથી તેઓ હંમેશા વાંચકો તથા ચાહકોની નજીક રહેશે. ખેર, સાન્યા મલ્હોત્રા જેવી યુવા અભિનેત્રીએ અમૃતા પ્રીતમની બાયોપિક કરવાની જાહેરાત કરતા તેઓ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *