દિલ્હીમાં કોરોનાના કેસો વધતા શનિવાર-રવિવારે કરફ્યૂ

ન્યુઝ ડેસ્ક – દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના કેસો વધતા દિલ્હી સરકારે શનિવાર અને રવિવારે કરફ્યૂ લાદવાનો નિર્ણય લીધો છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રીએ ઘોષણા કરી હતી કે, દિલ્હીમાં કોરોનાના કેસો વધતા અઠવાડિયામાં બે દિવસ કરફ્યૂ લાદવાનો નિર્ણય લેવાયો છે.

આવશ્યક સેવા સિવાયના બધા જ સરકારી કર્મચારીઓ કરફ્યૂ દરમિયાન ઘરેથી કામ કરશે. ઉપરાંત, દિલ્હીમાં ખાનગી ઓફિસો અડધા સ્ટાફ સાથે ચાલુ રાખી શકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *