પંજાબ વિધાનસભાની ચુંટણી જીતવા ભાજપનો ભરતી મેળો શરુ, ઘણા નેતાઓએ ભાજપનો ખેસ ધારણ કર્યો

ન્યુઝ ડેસ્ક – પંજાબ વિધાનસભાની ચુંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો શરુ થઈ ચુક્યો છે. આજે પંજાબના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ફતેહ બાજવ, અકાલી દળના પૂર્વ ધારાસભ્ય ગુરતેજસિંહ ગુધિયાણા, યુનાઈટેડ અકાલી દળના પૂર્વ સાંસદ રાજદેવસિંહ ખાલસા અને પંજાબ-હરિયાણા હાઈકોર્ટના નિવૃત્ત એડીસી અને જાણીતા એડવોકેટ મધુમીતે આજે દિલ્હીમાં ભાજપનો ખેસ પહેર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, આગામી વર્ષે પંજાબ વિધાનસભાની ચુંટણી યોજાવાની છે. આ પહેલા પાર્ટીમાં મજબૂત નેતાઓનો ઉમેરો કરવાની ભાજપની ઝૂંબેશ શરુ થઈ ચુકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *