સોમનાથ – એક એવુ તીર્થ જ્યાં દર્શન કરીને ભાવવિભોર બની જશો

તા. 22.01.2021 – ગુજરાતનાં પશ્ચિમ કિનારે સૌરાષ્ટ્રમાં વેરાવળ નજીક પ્રભાસ પાટણમાં આવેલું સોમનાથ મંદિર શિવના બાર જ્યોતિર્લિંગ મંદિરમાં સૌ પ્રથમ માનવામાં આવે છે. તે ગુજરાતની એક મહત્વપૂર્ણ યાત્રાધામ અને પ્રવાસી સ્થળ છે. ભૂતકાળમાં અનેક મુસ્લિમ આક્રમણકારો અને પોર્ટુગીઝો દ્વારા વારંવાર નાશ કર્યા બાદ, અનેક વખત પુનઃસ્થાપિત થયેલી મંદિરનું પુનઃસ્થાપન હિન્દુ મંદિરની સ્થાપત્યની ચૌલુક્ય શૈલીમાં થયું હતું અને મે 1951 માં પૂર્ણ થયું હતું. વલ્લભભાઈ પટેલ દ્વારા પુનર્નિર્માણ પૂરું થયું હતું.

હાલમાં દેશ વિદેશના લાખો શ્રધ્ધાળુઓ સોમનાથ દાદાના દર્શન કરવા માટે આવે છે. શ્રાવણ માસ અને શિવરાત્રિના પવિત્ર પર્વે અહીં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડે છે. સોમનાથ મહાદેવના દર્શન સાથે આસપાસમાં બીજા ઘણા તીર્થધામો પણ આવેલા છે. સોમનાથથી માત્ર 230 કિલોમીટર દૂર પવિત્ર યાત્રાધામ દ્વારકા આવેલુ છે.

ઉપરાંત, સોમનાથથી 70 કિલોમીટરના અંતરે ગિરનાર પર્વત પણ આવેલો છે. સમુદ્રકાંઠે વસેલા સોમનાથ મંદિરના પટાંગણમાં રોજ રાત્રે લેસર શો યોજાય છે. જેમાં સોમનાથ મંદિરનો ભવ્ય ઈતિહાસ આધુનિક શૈલીથી દર્શાવવામાં આવે છે. સોમનાથ મંદિરના બાજુમાં વહેતા અફાટ સમુદ્રની તોફાની લહેરો જોવાનો અહ્લાદક અનુભવ માણીને યાત્રાળુઓ ગદગદીત થઈ જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *