ગુજરાતની 10 સરકારી હોસ્પિટલમાં શરૂ થઇ ટેલી આઈસીયૂની સુવિધા

ન્યુઝ ડેસ્ક – ગુજરાત રાજ્યના પછાત અને છેવાડાના વિસ્તારોમાં હવે ગંભીર રોગોના દર્દીઓને ટેલી આઈસીયૂ મારફત સારવાર મળી રહી છે. વર્ચ્યૂલ ટેક્નોલોજીની માધ્યમથી આ સેવા શરૂ કરવામાં આવી છે. તેના પગલે આંતરિયાળ વિસ્તારના ગંભીર રોગના દર્દીઓને
સ્થાનિક સરકારી દવાખાનામાં જ યોગ્ય અને સારી સારવાર મળી રહી છે.

છેવાડાના વિસ્તારમાં રહેતા ગંભીર દર્દીઓને મળી રહી છે યોગ્ય સારવાર

રાજ્યમાં ગંભીર રોગના દર્દીઓને સારી સારવાર મળે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આ જિલ્લાઓમાં દર્દીઓને સારવાર માટે હવે શહેરના તબીબો પર નિર્ભર રહેવાનું બંધ થઇ ગયું છે. કારણ કે સરકારી દવાખાનામાં પણ જટીલ અને ગંભીર રોગના દર્દીઓને હવે નિષ્ણાત તબીબોની સેવા ટેલી આઈસીયૂના માધ્યમથી શક્ય બની છે.

આરોગ્ય વિભાગ મારફત હાલ રાજ્યના પછાત વિસ્તારો સહિત 10 સરકારી દવાખાનામાં ટેલી આઈસીયૂનો પ્રોજેક્ટ અમલી બન્યો છે. તે માટે અમદાવાદના બોપલ વિસ્તારમાં કમાંડ સેંટર ઉભું કરવામાં આવ્યું છે. અહીં 24 કલાક ક્રિટિકલ કેરના તબીબો હાજર રહે છે. તેઓ જે તે જિલ્લાના સ્થાનિક દવાખાના સ્ટાફ સાથે સંપર્ક રાખીને ત્યાં દાખલ થતાં ગંભીર રોગના દર્દીઓને વર્ચ્યૂઅલ માધ્યમથી સારવાર આપી રહ્યા છે.

તમામ દર્દીઓની સ્થિતિ પર કમાંડ સેંટરમાંથી જ નજર રાખવમાં આવે છે અને તબીબો જે પ્રમાણે સૂચના આપે તે પ્રમાણે ત્યાંનો સ્ટાફ દર્દીઓને દવા સહિતની સારવાર આપે છે. આ માટે દવાખાનામાં જ ટ્રોલી, કેમેરા, માઇક્રોફોન, સ્પીકર, ટેબ્લેટની સુવિધા ઉભી કરવામાં આવી છે.


તેની મદદથી ક્રિટિકલ કેર નિષ્ણાત સ્થાનિક મેડિકલ ઓફિસર કે સ્ટાફની મદદથી ગંભીર રોગના દર્દીઓને સારવાર આપી રહ્યા છે. આ સુવિધાના કારણે દર્દીઓને તાત્કાલિકસારવાર મળી રહેતી હોઈ ટેલી આઈસીયૂ તેમના માટે વરદાન સાબિત થઇ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *