બિગબોસના વિજેતા સિધ્ધાર્થ શૂક્લાએ 40 વર્ષની યુવાવયે અંતિમ શ્વાસ લીધા, હાર્ટ એટેકથી મોત

ન્યુઝ ડેસ્ક – સુપરહિટ રિયાલીટી શો બિગબોસના વિનર સિધ્ધાર્થ શૂક્લનું હાર્ટ એટેકના કારણે કરુણ મોત નીપજતાં મનોરંજન જગતમાં ખળભળાટ મચી ગયો હતો. સિધ્ધાર્થ શૂક્લ માત્ર 40 વર્ષની ઉંમરનો યુવા એક્ટર હતો.

રિયાલીટી શો બિગબોસમાં જીત હાંસલ કર્યા પછી સિધ્ધાર્થના ફેન અને ફોલોઅર્સની સંખ્યામાં ધરખમ વધારો થયો હતો. જોકે, ગઈકાલે રાત્રે પોતાના બેડરુમમાં સુવા ગયા પછી સિધ્ધાર્થ સવારે જાગ્યો જ ન હતો. આ બાબતની જાણ થતા જ તેેને સારવાર માટે એમ્બ્યુલન્સમાં ખાનગી દવાખાને લઈ જવાયો હતો. જોકે, ફરજ પરના તબિબોએ તેને મૃત ઘોષિત કર્યો હતો.

પ્રાથમિક તબક્કે મનાઈ રહ્યુ છે કે, સિધ્ધાર્થ શૂક્લાનું મોત હાર્ટ એટેકને કારણે થયુ છે. જોકે, હજી સુધી મોતનું સાચુ કારણ જાણવા મળી શક્યુ નથી. સિધ્ધાર્થના મૃત્યુના સમાચાર બોલિવુડ અને ટેલિવુડના કલાકારો માટે હચમચાવી મુકે તેવા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *