દિલ્હી બોર્ડર પર આંદોલન પર બેઠેલા ખેડૂતો એકવર્ષ પછી ઘરે પાછા ફરશે

ન્યુઝ ડેસ્ક – કેન્દ્ર સરકારે ત્રણે કૃષિ કાયદા પાછા ખેંચ્યા બાદ આજે ખેડૂત આંદોલન સમાપ્ત થયુ છે. ખુશીની વાત એ છે કે, દેશની રાજધાની દિલ્હી બોર્ડર પર છેલ્લા એકવર્ષથી આંદોલન પર ઉતરેલા ખેડૂતો આજથી પોતપોતાના ઘરે પાછા જશે.

આંદોલનકારી ખેડૂતોનો પહેલો જથ્થો આજે સવારે સિંઘુ બોર્ડર પરથી રવાના થયો હતો. કિસાન નેતા રાકેશ ટિકૈતે લીલીઝંડી બતાવીને ખેડૂતોને રવાના કર્યા હતા. જોકે, હજીસુધી રાકેશ ટિકૈત દિલ્હી બોર્ડર પર જ છે. તેમણે જણાવ્યુ હતુ કે, આગામી ત્રણ-ચાર દિવસ પછી તેઓ દિલ્હી બોર્ડર પરથી હટી જશે અને મુઝફ્ફરપુર તરફ રવાના થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *