વડાપ્રધાનની સુરક્ષામાં બેદરકારીનો મામલો સુપ્રિમમાં, પંજાબ સરકાર દ્વારા તપાસ સમિતિની રચના

ન્યુઝ ડેસ્ક – દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં થયેલી ગંભીર બેદરકારીનો મામલો સુપ્રિમ કોર્ટમાં પહોંચ્યો છે. સિનિયર એડવોકેટ મનીન્દરસીંગે સુપ્રિમમાં જાહેરહિતની અરજી કરી છે.

અરજીમાં એડવોકેટે જણાવ્યુ છે કે, વડાપ્રધાનની સુરક્ષામાં થયેલી ભુલ એ ક્યારેય સ્વીકાર્ય ના હોઈ શકે. આ મામલામાં પંજાબ સરકારને તપાસના આદેશ આપવા જોઈએ તથા જવાબદારો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગણી કરાઈ છે.

બીજી તરફ પંજાબ સરકારે આ મામલાને મોડેમોડે પણ ગંભીરતાથી લઈને હાઈલેવલ તપાસ સમિતિની રચના કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *