મહર્ષિ ઓરબિંદોની 150મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કેન્દ્ર સરકાર કરશે

ન્યુઝ ડેસ્ક – અદ્યાત્મિક ગુરુ અને વડોદરાનું ઘરેણું કહી શકાય એવા મહર્ષિ ઓરબિંદોની આગામી ૧૫૦મી જન્મ જયંતીની કેન્દ્ર સરકાર ઉજવણી કરવા જઇ રહી છે અને તે માટે ગઠિત ૫૩ સભ્યોની સમિતિમાં ગુજરાતના ત્રણ મહાનુભાવોની નિયુક્તિ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કરી છે.

કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી સમિતિમાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ ઉપરાંત ઓરો યુનિવર્સિટીના સંસ્થાપક શ્રી એચ. પી. રામા અને વડોદરાના રાજવી પરિવારના સુશ્રી શુભાંગિનીદેવી રાજે ગાયકવાડનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ સમિતિના સૂચનોને ધ્યાને રાખીને કેન્દ્ર સરકાર દ્વારા મહર્ષિ ઓરબિંદોની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવશે.
અહીં એ સૂચિત કરવું જોઇએ કે મહર્ષિ ઓરબિંદો વડોદરામાં શિક્ષણ કાર્ય સાથે જોડાયેલા હતા અને તેમના જીવનકાળના મહત્વપૂર્ણ ૧૩ વર્ષ અહીં પસાર કર્યા હતા. બાદમાં વડોદરામાં જ તેમને દિવ્ય અનુભૂતિ થઇ હતી. હાલમાં વડોદરામાં મહર્ષિ ઓરબિંદો આશ્રમમાં ધ્યાન કેન્દ્ર ચાલે છે અને તેમાં સાધકો જોડાય છે. ઉપરાંત, વિવિધ આદ્યાત્મિક અને સેવાકીય પ્રવૃત્તિઓ ત્યાં સમયાંતરે થતી રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *