3 મીનિટમાં 900 કર્મચારીઓને નોકરી પરથી છૂટા કરનારા CEOને કંપનીએ રજા પર ઉતારી દીધા

ન્યુઝ ડેસ્ક – માત્ર ત્રણ મીનિટની ઝૂમ મીટિંગમાં 900 કર્મચારીઓને નોકરી પર છૂટા કરી દેનારા બિટર ડોટ કોમના ભારતીય મૂળના CEO વિશાલ ગર્ગને કંપનીએ રજા પર ઉતારી દીધા છે.

ઝૂમ કોલ પર સેંકડો કર્મચારીઓને છૂટા કરી દેવાનો હુકમ આપનારા CEO વિશાલ ગર્ગનો વીડિયો વાયરલ થયા પછી સોશિયલ મીડિયામાં તેમની ખૂબ આલોચના થઈ હતી.

આખરે, કંપનીએ વિવાદાસ્પદ નિર્ણય લેવાની સજાના ભાગરુપે તેમને રજા ઉપર ઉતારી દીધા છે. તેમના સ્થાને કંપનીના ચીફ ફાઈનાન્સિયલ ઓફિસર રોજબરોજનો કારભાર સંભાળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *