વડોદરાના રાજમહેલના બગીચામાં મગરની લટાર

વડોદરા – શહેરના લક્ષ્મી વિલાસ પેલેસના ગાર્ડનમાં અચાનક એક મગર આવી પહોંચતા ફફડાટ વ્યાપી ગયો હતો. ગાર્ડનમાં બિન્દાસ્ત વિચરણ કરી રહેલા મગરને પકડવા માટે જીવદયા સંસ્થાના કાર્યકરોને બોલાવવામાં આવ્યા હતા.

કાર્યકરોએ ભારે જહેમત બાદ રાજમહેલના બગીચામાંથી સાડા ચાર ફૂટનો મગર રેસ્ક્યૂ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, રાજમહેલની પાછળના ભાગેથી વિશ્વામિત્રી નદી પસાર થાય છે. જીવદયા સંસ્થાના કાર્યકરોનું માનવુ છે કે, મગર વિશ્વામિત્રી નદીમાંથી રાજમહેલ કંપાઉન્ડમાં પ્રવેશ્યો હશે અને ખોરાકની શોધમાં બગીચા સુધી આવી પહોંચ્યો હશે. મગરને રેસ્ક્યૂ કરીને તેને તેના પ્રાકૃતિક આવાસમાં ફરીથી મુક્ત કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *