POP POP (ભોંયભડાકો) નામનો ફટાકડો ખાઈ જતા 3 વર્ષના બાળકનું મોત

સુરત – શહેરના ડિંડોલ નજીકના નવાગામમાં અજાણતાથી POP POP નામનો ફટાકડો ખાઈ ગયેલા ત્રણ વર્ષના માસુમ બાળકનું ઝાડા-ઉલ્ટી બાદ કરુણ મોત નીપજતા ખળભળાટ મચી ગયો હતો. આ બનાવ અંગે પોલીસે તપાસ શરુ કરી છે.

ડિંડોલી નજીકના નવાગામમાં રહેતા અને સુથારી કામ કરીને ગુજરાન ચલાવતા રાજ શર્માનો ત્રણ વર્ષનો દીકરો શૌર્ય બે દિવસથી બિમાર હતો. તેને તાવ આવતો હતો અને ઝાડા-ઉલ્ટી થતા હતા. એક વખત ઉલ્ટીમાં તેના મોઢામાંથી POP POP નામનો ફટાકડો નીકળ્યો હતો.

ત્યારપછી તેને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરોએ તેને મૃત ઘોષિત કર્યો હતો. આ બનાવ અંગે સ્થાનિક પોલીસે તપાસ શરુ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *