ભારતીય સેના હવે AK-203 રાયફલ્સથી સજ્જ થશે

ન્યુઝ ડેસ્ક – દેશના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને રશિયાના સંરક્ષણ મંત્રી સર્ગેઈ સોઈગુ વચ્ચે રાજધાની દિલ્હીમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જેમાં બંને દેશો વચ્ચે સંરક્ષણને લગતા કરારો થયા હતા. મિટીંગ દરમિયાન ભારત અને રશિયા વચ્ચે ભારતીય સેનાને નવા હથિયારોથી સુસજ્જ કરવાના સમજૂતી કરાર થયા હતા. જેમાં નક્કી થયુ હતુ કે, ભારત-રશિયા રાયફલ્સ પ્રાઈવેટ લિમિટેડના માધ્યમથી રશિયા ભારતીય સેનાને 6 લાખથી વધુ AK-203 રાયફલ્સ આપશે. ઉપરાંત, ભારતીય સેનાને રશિયા સૈન્ય તથા તકનીકી સહયોગ પણ આપશે.

આજે 6 ડિસેમ્બરના રોજ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતીન ભારત આવવાના છે. તેમના આગમન પહેલા ભારત અને રશિયા વચ્ચે સૈન્ય સંબંધિત કેટલાક કરારો થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *