સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોની યાદી 1 ફેબ્રુઆરીએ જાહેર થશે

અમદાવાદ – ભલે છેલ્લા કેટલાય વર્ષોથી ગુજરાતમાં કોંગ્રેસની સત્તા ના હોય તેમ છતાંય આ વખતે રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં કોંગ્રેસમાં ચુંટણી લડવા માટે ખૂબ મોટી સંખ્યામાં દાવેદારો આગળ આવ્યા છે.

કોંગ્રેસના નિરીક્ષકોએ વિવિધ શહેરો અને જિલ્લામાં ટિકિટના દાવેદારોના સેન્સ લેવાની પ્રક્રિયા લગભગ પૂરી કરી દીધી છે. હવે, આગામી દિવસોમાં યોજાનારી મોવડી મંડળની બેઠકમાં ઉમેદવારોની યાદી તૈયાર કરવામાં આવશે અને 1 ફેબ્રુઆરીના રોજ કોંગ્રેસ પોતાના ઉમેદવારોની યાદી બહાર પાડશે.

રાજ્યમાં છ મહાનગર પાલિકા, પાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતોની ચુંટણીની તારીખો નક્કી થઈ ચુકી છે. આ વખતે ભાજપની જેમ કોંગ્રેસમાં પણ ચુંટણી લડવા માટે દાવેદારોનો રીતસરનો રાફડો ફાટ્યો છે. અમદાવાદ કોર્પોરેશનની વાત કરીએ તો અહીં કોંગ્રેસ પક્ષમાંથી ચુંટણી લડવા માટે દરેક વોર્ડમાંથી 40થી 50 કાર્યકરોએ દાવેદારી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *