વડોદરા – નશીલા પદાર્થો સાથે વધુ ત્રણ ઝડપાયા

વડોદરા – શહેરના પોલીસે નશીલા પદાર્થોની હેરાફેરી અને વેચાણ કરનારા ડ્રગ પેડલર્સ અને કેરિયરોને ઝડપી પાડવાની રીતસરની ઝૂંબેશ શરૂ કરી છે. જેના ભાગરુપે છેલ્લા ત્રણ દિવસમાં પોલીસની જુદીજુદી ટીમોએ અલગ-અલગ વિસ્તારોમાં દરોડો પાડીને નશીલા પદાર્થોનું વેચાણ કરનારા તત્વોની ધરપકડનો દોર શરુ કર્યો છે.


ગઈકાલે શહેરના માંજલપુર, ડભોઈ રોડ અને મકરપુરા વિસ્તારમાં સામૂહિક દરોડો પાડ્યા હતા. જેમાં ડભોઈ રોડના હનુમાન ટેકરી વિસ્તારમાંથી ગાંજાના જથ્થા સાથે ધનસુખ હનુમાનભાઈ પ્રજાપતિ ઝડપાયો હતો. જ્યારે મકરપુરા ગામ પાસેની જશોદા કોલોનીમાંથી રવિ ઉર્ફે મેહુલને ગાંજા સાથે પકડ્યો હતો. જ્યારે વડસર વિસ્તાર પાસેથી પસાર થતા હામીદશા મહેમુદશા સૈયદને માંજલપુર પોલીસે ગાંજા સાથે આબાદ ઝડપી પાડ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *