હેલિકોપ્ટર દુર્ઘટનામાં માર્યા ગયેલા CDS બિપીન રાવત સહિતના લોકોને લોકસભામાં શ્રધ્ધાંજલિ અપાઈ

ન્યુઝ ડેસ્ક – દેશના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે હેલિકોપ્ટર દુર્ઘટનામાં માર્યા ગયેલા CDS બિપીન રાવત સહિતના મૃતકોને લોકસભામાં શ્રધ્ધાંજલિ પાઠવી હતી. કેન્દ્રીય સંરક્ષણ મંત્રીએ હેલિકોપ્ટર ક્રેશ અંગે માહિતી પણ આપી હતી.

તેમણે લોકસભામાં બે મિનિટનું મૌન પણ પાળ્યું હતુ અને તમામ મૃતકોને સૈન્ય સમ્માન સાથે અંતિમ વિધિ કરવામાં આવશે તેમ જણાવ્યું હતુ. તેમણે કહ્યુ હતુ કે, આ હેલિકોપ્ટર દુર્ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે અને તેની તપાસના આદેશ અપાઈ ચુક્યા છે. ઉલ્લેખનીય છે કે, હેલિકોપ્ટર દુર્ઘટનામાં CDS બિપીન રાવત અને તેમના પત્ની સહિત કુલ 13 લોકોના મૃત્યુ થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *