પુલવામાના શહિદોને સાંકરદામાં શ્રધ્ધાંજલિ, આખેઆખુ ગામ દેશભક્તિનાં રંગેરંગાયુ

વડોદરા – વર્ષ 2019ની 14મી જાન્યુઆરીના રોજ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં ભારતીય સેનાના 40 જવાનો શહિદ થયા હતા. પુલવામા એટેકની બીજી વરસીના દિવસે એટલે કે, ગઈકાલે વડોદરા તાલુકાના સાંકરદાની આરએસએસ શાખાના ગૃપ ઓફ યુનિટિ દ્વારા શહિદોને શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી.

આરએસએસની સાંકરદા શાખાના વાઈસ પ્રેસિડેન્ટ ધવલ ગોહિલે જણાવ્યુ હતુ કે, પુલવામા એટેકમાં શહિદ થયેલા જવાનોને શ્રધ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ સાંકરદાના બસ સ્ટેન્ડ પાસે યોજાયો હતો. જેમાં શાખાના ભુલકાઓએ શહિદોની તસવીરો પર ફુલ અર્પણ કર્યા હતા.

શ્રધ્ધાંજલિ કાર્યક્રમમાં સાંકરદાના અગ્રણી કૃણાલભાઈ પટેલ, કિરણભાઈ, કનકસિંહ ચાવડા અને પ્રતિકભાઈ ખંડેલવાલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ પણ શહિદોને યાદ કરીને તેઓની શહાદતને બિરદાવી હતી. આ કાર્યક્રમને કારણે સાંકરદા ગામ દેશભક્તિના રંગેરંગાયુ હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *