વડોદરામાં ઓમિક્રોનના બે પેશન્ટ નોંધાયા

ન્યુઝ ડેસ્ક – આફ્રિકાના ઝાંબિયાથી વડોદરા આવેલા વૃધ્ધ દંપતિને ઓમિક્રોનનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. વૃધ્ધ દંપતિ ઝાંબિયાથી વડોદરા આવ્યુ હતુ અને ત્યારપછી 12મીએ તેમનો આરટીપીસીઆર ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો.

જે પોઝિટિવ આવ્યા પછી તેમના જિનોમને સિકવન્સીંગ માટે ગાંધીનગર મોકલવામાં આવ્યા હતા. જેમાં બંનેમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોન જોવા મળ્યા હતા.

આ સાથે વડોદરામાં ઓમિક્રોનની હાજરી જોવા મળતા કોર્પોરેશનનું આરોગ્ય તંત્ર સતર્ક બન્યુ હતુ. વૃધ્ધ દંપતિના સંપર્કમાં આવેલા લોકોને પણ સચેત રહેવાની તાકિદ કરાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *