જિલ્લા પંચાયતની ચૂંટણીના આગલા દિવસે રોકડા 39 લાખ સાથે બે યુવકો ઝડપાયા

વડોદરા – વડોદરા જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતની કાલે ચૂંટણી છે. આવા સમયે જિલ્લા આચારસંહિતા જારી છે. આવા સમયે રોકડા રુપિયા 39 લાખ સાથે વડોદરા શહેરના છાણી જકાતનાકા વિસ્તારમાંથી ફતેગંજ પોલીસની ટીમે રોકડા રુપયા 39 લાખ સાથે બે યુવકોને ઝડપી પાડયા હતા. પોલીસની પૂછપરછમાં બંને યુવકો રોકડ રકમ વિષે સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા. જેથી પોલીસે રોકડા રુપિયા 39 જપ્ત કરીને બંનેની અટકાયત કરી હતી.

ફતેગંજ પોલીસના સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ, શહેરના છાણી જકાતનાકા વિસ્તારમાં ફતેગંજ પોલીસની ટીમ વાહન ચેકિંગમાં હતી. તે સમયે છાણી ગામ પાસેથી મોપેડ પર સવાર બે જણા જોવા મળ્યા હતા. પોલીસે બંનેને રોકીને મોપેડીની ડેકી ચેક કરી હતી. જેમાંથી રોકડા રુપિયા 39 લાખ મળી આવ્યા હતા.

પોલીસે રોકડ રકમ અંગે બંને યુવકોની પૂછપરછ કરી હતી. પરંતુ, તેઓએ સંતોષકારક જવાબ આપ્યો ન હતો. ફતેગંજ પોલીસે બંને યુવકોની અટકાયત કરીને રોકડા રુપિયા 39 લાખ, મોપેડ અને એક મોબાઈલ ફોન જપ્ત કર્યા હતા. પકડાયેલા બંને યુવકો છાણી ગામના રહેવાસી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *