મુરાદાબાદમાં અમીત શાહે કરી ‘Nizam’ની અનોખી વ્યાખ્યા, પ્રજાને પુછ્યુ કે, તમારે Nizam ક્યાં પ્રકારનો જોઈએ છે ?

ન્યુઝ ડેસ્ક – ઉત્તરપ્રદેશ વિધાનસભાનો ચુંટણી પ્રચાર હવે, ચરમસીમાએ પહોંચ્યો છે. આજે મુરાદાબાદમાં એક સભાના સંબોધતા કેન્દ્રિય ગૃહમંત્રી અમીત શાહે સમાજવાદી પાર્ટીના પૂર્વ મુખ્યમંત્રી અખીલેશ યાદવ પર આકરા પ્રહારો કર્યા હતા.

તેમણે કહ્યુ હતુ કે, અખીલેશની સરકારના શાસનકાળ દરમિયાન ઉત્તરપ્રદેશમાં 700 વખત કોમી રમખાણો થયા હતા. પરંતુ, જ્યારથી યોગી આદિત્યનાથની સરકાર આવી છે ત્યારથી રાજ્યમાં તોફાનો કરાવનારા આંખ પણ ઉંચી નથી કરી શકતા.

અમીત શાહે કહ્યુ હતુ કે, નિઝામનો અર્થ શાસન થાય છે. પરંતુ, અખિલેશ યાદવની દ્રષ્ટિએ NIZAMનો અર્થ જુદો જ છે.

અખિલેશની દ્રષ્ટિએ NIZAMનો N એટલે Nasimuddin, I એટલે Imran Masood, Z એટલે Azam khan, A એટલે Azam Khan, M એટલે Mukhtar Ansari…છે.

હવે, પ્રજાએ વિચારવાનું છે કે, તમને નિઝામ…અખિલેશ યાદવની પરિભાષા વાળો જોઈએ છે કે, પછી યોગી આદિત્યનાથની પરિભાષા વાળો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *