UP, પંજાબ, ઉત્તરાખંડ, મણીપુર અને ગોવાની ચુંટણીની તારીખો આજે જાહેર થશે

ન્યુઝ ડેસ્ક – દેશમાં કોરોનાના કેસો દિવસેને દિવસે વધી રહ્યા છે. થર્ડ વેવની તૈયારી છે આવા સંજોગોમાં પણ દેશમાં પાંચ રાજ્યોની ચુંટણી યોજાવાની છે.

ઉત્તરપ્રદેશ, પંજાબ, મણીપુર, ઉત્તતરાખંડ અને ગોવા જેવા રાજ્યોમાં વિધાનસભાની ચુંટણીની તારીખો નજીક આવી ગઈ છે. આજે દેશનું ચુંટણી પંચ પાંચે રાજ્યોની ચુંટણીની તારીખોની જાહેરાત કરે તેવી સંભાવના છે.

એવુ માનવામાં આવી રહ્યુ છે કે, કોરોનાના ફેલાવાને ધ્યાનમાં રાખીને ચુંટણી પંચ કેટલાક નિયંત્રણો પણ લાદી શકે છે. જાહેરસભા, સરઘસ અને ચુંટણી પ્રચારથી માંડીને મતદાન મથકો પર પણ ભેગા થનારા લોકોની સંખ્યા પર નિયંત્રણ લાગી શકે છે. દેશના ચુંટણી પંચના પ્રમુખ આજે બપોરે પાંચે રાજ્યોની ચુંટણીની તારીખો જાહેર કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *