આખા જગતને કોરોનાની ચિંતા છે ત્યારે વડોદરા પોલીસને ટ્રાફિકની ચિંતા કરવી પડે છે…!!

ન્યુઝ ડેસ્ક – આખુય જગત કોરોના મહામારીની ચિંતામાં છે ત્યારે વડોદરા પોલીસને ઉતરાણના તહેવારના આગલા દિવસે ટ્રાફિકની ચિંતા કરવી પડી રહી છે. આવતીકાલે એટલે કે, 13મી જાન્યુઆરીએ લોકો રાવપુરા, માંડવી, ચાંપાનેર અને ગેંડીગેટ જેવા વિસ્તારોમાં પતંગ અને દોરા ખરીદવા ઉમટી પડતા હોય છે.

ગેંડીગેટ રોડ પર તો રીતસરની પતંગની હરાજીનું બજાર લાગે છે. પતંગોની હરાજી રાત્રે થતી હોય છે પણ આ વખતે કોરોનાના લીધે રાત્રી કરફયૂ લદાયો છે. ત્યારે પોલીસને આશંકા છે કે, દિવસ દરમિયાન લોકો રાવપુરા, માંડવી અને ગેંડીગેટ રોડ પર પતંગ ખરીદવા મોટી સંખ્યામાં ઉમટશે અને તેને કારણે કોરોનાનું સંક્રમણની આશંકા તો ખરી જ પણ ટ્રાફિકની સમસ્યા પણ ઉદ્ભવી શકે છે.

એટલે પોલીસને નાછૂટકે ટ્રાફિક અંગેનું જાહેરનામુ બહાર પાડવુ પડ્યું છે. પોલીસે 13મી જાન્યુઆરીના રોજ સવારે 9 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા દરમિયાન લહેરીપુરાથી માંડવી, ચાંપાનેરથી માંડવી, પાણીગેટથી માંડવી અને ગેંડીગેટથી માંડવી વચ્ચેના રસ્તા પર વાહનોની અવરજવર પર સદંતર પ્રતિબંદ લાદી દીધો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *