વડોદરામાં મતદાન માટે પોલીસ વૃધ્ધોની મદદે પહોંચી

ન્યુઝ ડેસ્ક – રાજ્યના છ મહાનગર પાલિકાની ચૂંટણીમાં સવારે સાત વાગ્યાથી જ પુરજોશમાં મતદાન શરુ થયુ હતુ. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર અને જામનગરની મહા પાલિકાની ચૂંટણીમાં મતદાન માટે સવારથી જ લાંબી કતારો ખડકાઈ હતી. અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલા અર્બન હેલ્થ સેન્ટરમાં દેશના ગૃહમંત્રી અમીત શાહ તથા તેમના પરિવારજનોએ મતદાન કર્યું હતુ.

મતદાન દરમિયાન કેટલીક જગ્યાઓએ વિવાદ પણ જોવા મળ્યાં હતા. બીજી તરફ સવારથી જ મતદારોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળ્યો હતો. વડોદરામાં એક વરરાજાએ સપ્તપદીના ફેરા ફરતા પહેલા મતદાન કર્યું હતુ. શેરવાની અને સાફો પહેરીને મતદાન કરવા આવેલા વરરાજાને જોઈ ભારે કુતુહલ ઉભુ થયુ હતુ.

વડોદરામાં વૃધ્ધોને સલામત રીતે મતદાન મથક સુધી લઈ જવાની જવાબદારી પોલીસે નિભાવી હતી. કેટલાય વૃધ્ધોનો હાથ ઝાલીને પોલીસ મતદાન મથક સુધી લઈ ગઈ હતી અને મતદાન પછી તેમને હેમખેમ પાછા ઘરે પણ પહોંચાડ્યા હતા. મતદાનનો સમય પૂરો થતા સુધીમાં રાજ્યમાં 50 ટકાથી વધુ મતદાન થાય તેવી સંભાવના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *