મુંબઈમાં જો રોજના કોરોનાના કેસ 20,000થી વધશે તો લોકડાઉન કરવુ પડશે – મેયર

ન્યુઝ ડેસ્ક – જો મુંબઈમાં કોરોનાના કેસો રોજના 20,000થી વધારે થશે તો અમારે નાછૂટકે લોકડાઉન કરવું પડશે તેવુ મેયર કિશોરી પેડનેકરે કહ્યુ છે. હાલમાં મુંબઈમાં કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યા છે.

દેશની આર્થિક રાજધાનીમાં દૈનિક કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આવા સંજોગોમાં કોરોના વાયરસની ચેન તોડવા માટે લોકડાઉન અનિવાર્ય છે. મુંબઈના મેયર કિશોરી પેડનેકરે નિવેદન આપ્યુ હતુ કે, જો રોજના કોરોનાના કેસો 20,000થી વધારે થશે તો નાછૂટકે લોકડાઉન કરવુ પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *