મોદીનું Twitter એકાઉન્ટ હેક કોણે કર્યું ? સુરક્ષા એજન્સીઓએ શરુ કરી તપાસ

ન્યુઝ ડેસ્ક – દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું Twitter એકાઉન્ટ મોડીરાત્રે હેક થતા સુરક્ષાતંત્રમાં ખળભળાટ મચી ગયો છે. રાત્રે બે વાગ્યે કોઈ હેકરે નરેન્દ્ર મોદીનું Twitter એકાઉન્ટ હેક કર્યું હતુ અને તેમાંથી બે ટ્વિટ કર્યાં હતા.

જેમાં ભારતમાં ક્રિપ્ટોકરન્સીને માન્યતા આપવાની વાત લખી હતી. જોકે, મોદીનું Twitter એકાઉન્ટ હેક થયાની ઘટનાને સુરક્ષા એજન્સીઓએ ગંભીરતાથી લીધી છે. Twitter કંપની પણ આ બાબતે ખૂબ જ સતર્ક બની છે.

Twitter કંપનીના અધિકારીઓએ જણાવ્યુ હતુ કે, અમે પ્રધાનમંત્રી કાર્યાલય સાથે સતત સંપર્કમાં રહીએ છીએ. પ્રધાનમંત્રીનું Twitterએકાઉન્ટ હેક થયા પછી અમે એને પાછું સુરક્ષિત કરી દીધું છે.

બીજી તરફ દેશની સુરક્ષા એજન્સીઓએ પ્રધાનમંત્રીનું Twitter એકાઉન્ટ હેક કરનારા હેકર્સને શોધવાની કવાયત હાથ ધરી છે. સુરક્ષા અધિકારીઓનું માનવુ છે કે, આ કૃત્ય બિટકોઈન અને ક્રિપ્ટો કરન્સી માફિયાઓનું હોઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે, ભારતમાં ક્રિપ્ટો કરન્સી અને બિટકોઈન ઉપર પ્રતિબંધ લાદવાની તૈયારી મોદી સરકાર કરી રહી છે. જેનાથી ક્રિપ્ટો અને બિટકોઈન બિઝનેસ સાથે સંકળાયેલા મોટા માથાઓને ભારે નુકસાન વેઠવુ પડે તેમ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *