ચૂંટણીના માહોલમાં દેશી પિસ્તોલ સાથે યુવક ઝડપાયો

વડોદરા – વડોદરામાં ચૂંટણી પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે. આવા સંવેદનશીલ સમયમાં પોતાની પાસે દેશી પિસ્તોલ રાખતા એક વ્યક્તિને શહેર પોલીસની ક્રાઈમ બ્રાંચે આબાદ ઝડપી પાડ્યો હતો. ક્રાઈમ બ્રાંચની ટીમને બાતમી મળી હતી કે, વાઘોડિયા રોડ પર આવેલા પરિવાર ચાર રસ્તા પાસેની નંદ રેસિડેન્સીમાં રહેતો સંતોષસીંગ ધ્રુવસીંગ ભદોરિયા પોતાની પાસે દેશી પિસ્તોલ રાખે છે.

આ માહિતીના આધારે ક્રાઈમ બ્રાંચની ટીમે દરોડો પાડીને સંતોષસીંગ ભદોરિયાને દેશી પિસ્તોલ સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની સામે આર્મસ એક્ટનો ગુનો દાખલ કરીને તેની પૂછપરછ હાથ ધરી છે. આરોપી સંતોષસીંગ દેશી પસ્તોલ ક્યાંથી લાવ્યો..અને કોની પાસેથી લાવ્યો ? તે જાણવા માટે પોલીસે પ્રયાસો શરુ કર્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *